¡Sorpréndeme!

રાજકોટમાં વરસાદની તોફાની બેટિંગ| અમરેલીમાં વરસાદ વચ્ચે 108ની અદભૂત કામગીરી

2022-07-12 238 Dailymotion

રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટમાં રાત્રે 1:00 વાગ્યાથી બપોરે 12:વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. છેલ્લા એક કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, અમરેલી અને રાજુલાના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અમરેલીમાં વરસાદ વચ્ચે 108ની અદભૂત કામગીરી કરી હતી.